છેલ્લા બે વર્ષથી કોરોનાની સંક્રમણના કારણે સરકારની માર્ગદર્શક સૂચના અનુસાર જામ્બુવંતી ગુફા પરિસરમાં ઉજવાતા તહેવારો મોકૂફ રાખવામાં આવતાં હતાં. હાલ પ્રસંગ ઉજવણીનો પ્રારંભ સંત રામેશ્વર દાસજી બાપુની બ્રહ્મલિન તિથિ ભીમ અગિયારસના રોજ પુજા અર્ચના, સામૈયું (શોભાયાત્રા) શિવદર્શન, પ્રસાદી વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
સવારનાં 8 કલાક થી પુજા અર્ચના, દર્શનના પ્રારંભ કરીને 10 કલાકે સામૈયું નિકળશે. રાસ કિર્તનને સંગીતના સાજ સાથે સેવકો ગાન ઝિલતારાસની રમઝટ બોલાવશે.11 કલાકથી પ્રસાદ વિતરણનો પ્રારંભ થશે, જે રાત્રીના વાગ્યા 8 વાગ્યાં સુધી કાર્યરત રહેશે. જેમા બુંદી, ગાંઠિયાઅને ચણાની પ્રસાદી સાથે ઉપવાસીને ગુફાની પ્રસિધ્ધ ફરાળી ખિચડી વિતરણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.