તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીને નુકશાન થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવતા 11 હોદ્દેદારોને ભાજપ માંથી બરતરફ કરવામાં આવ્યા છે.પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2021મા ભારતીય જનતા પાર્ટીને ખૂબ નુકશાન થાય તેવી પ્રવૃત્તિ અનુસંધાને જીવાભાઈ ભૂતિયા, નરેશ થાનકી, સરમણ કોડિયાતર, રામવન ગૌસ્વામી, ગુલાબગર ગૌસ્વામી, નવઘણ રાતીયા, ડાયાભાઇ શીંગરખિયા, જયશ્રીબેન ગોહેલ, અજય ગોહેલ, દીપેન ગોહેલ અને અશ્વિન મોતિવરસને ભાજપના તમામ હોદા પરથી ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાએ બરતરફ કર્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છેકે જીવાભાઈ ભૂતિયાએ પહેલા જ પક્ષ માંથી રાજીનામુ આપી દીધું હતું.
આજે પોરબંદરમાં ભાજપના કેન્દ્રિય નેતાઓની ઉપસ્થિતી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના અનુસંધાને ભાજપ દ્વારા પ્રચાર માટે જીલ્લાના રાણાકંડોરણા ગામે આજે બપોરે 4:00 વાગ્યે અને ખાંભોદર ગામે 5:30 વાગ્યે એક સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડૂક, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને પ્રજાને સંબોધન કરશે
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.