તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને લીધે રામનવમી, જન્માષ્ટમી, નવરાત્રિની ઉજવણી પર આ વખતે લોકડાઉનને લીધે નિયંત્રણો હતા. પણ તબક્કાવાર અનલોકને લીધે ઘણા નિયંત્રણો દૂર થતાં દિવાળીની ઉજવણીનો ઉત્સાહ લોકોમાં એકસાથે બહાર આવ્યો છે. તારીખ 15 નવેમ્બરએ ખાલી દિવસ એટલેકે, ધોકો હતો. આજે સવારથી લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપવા નિકળી પડશે.આજે સૂર્યોદય વખતે એકમ થતી હોઇ બેસતું વર્ષ છે. અને સવારે 7 વાગીને 7 મિનીટ બાદ બીજનો ભાગ શરૂ થઇ જાય છે. આથી બેસતું વર્ષ અને ભાઇબીજ બંનેની ઉજવણી આજે થઇ શકશે.
નૂતન વર્ષે ચોપડામાં મીતી પધરાવવાનાં મુહૂર્તો તા. 15 નવે. 2020 ને રવિવારની મોડી રાત્રે 2:12 વાગ્યાથી 3:50 વાગ્યા સુધી લાભ ચોઘડિયું તેમજ વહેલી સવારે 5:28 વાગ્યાથી લઇ સવારે 7:07 સુધી શુભ ચોઘડિયું અને ચલ ચોઘડિયાનો અમુક ભાગ છે. જ્યારે લાભ પાંચમ તા. 19 નવે. 2020 નારોજ છે. દિવાળીની સંધ્યાએ સોમનાથમાં રજા મનાવવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે. અંદાજે 30 હજારથી વધુ ભાવિકોએ દિવાળીની રાત્રે સોમનાથ દાદાનાં દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટનાં ગેસ્ટ હાઉસ અગાઉથીજ ફુલ થવા લાગ્યા છે. પોરબંદરનાં માર્ગો પર બહારગામથી આવેલા સહેલાણીઓના વાહનોનો જમાવડો થવા લાગ્યો છે. દિવાળી આવતાંજ પોરબંદરનું અર્થતંત્ર આ રીતે વેગવંતું બની ગયું છે. ભવનાથના માર્ગો પર ગત આખી રાત કારમાં પહોંચેલા પ્રવાસીઓનો ટ્રાફિક જોવા મળ્યો હતો. તો સોમનાથ અને સાસણમાં પણ પ્રવાસીઓ દિવાળીનું વેકેશન મનાવવા પહોંચી ચૂક્યા છે.
કાજુ કતરી અને સ્થાનિક કોલ્ડ્રીંકનું ચલણ વધ્યું
બેસતા વર્ષે મહેમાનો માટે મીઠાઇ તરીકે કાજુ કતરી અને સ્થાનિક બ્રાન્ડનાં જીરા સોડા અને કોલ્ડ્રીંક્સનાં આખેઆખાં બોક્સ લોકો રાખવા લાગ્યા છે.
ફૂડ પાર્સલને તડાકો
દિવાળીના દિવસોમાં લોકો હરવા ફરવા સાથે ઘેર રસોઇ બનાવવાને બદલે ફૂડ પાર્સલ અથવા પરિવાર સાથે રેસ્ટોરન્ટોમાં જમવાનું અને એ બહાને ઘરની મહિલાઓને રસોડામાં એકાદ ટંકની રજા આપવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. આથી ફૂડ પાર્સલવાળાને તડાકો પડ્યો છે.
આ વખતે ઉપરકોટ બંધ
બહારગામથી આવતા લોકો તેમજ રજા ગાળવા જૂનાગઢ આવેલા લોકો ઉપરકોટની મુલાકાતે અચૂકપણે જતા હોય છે. જોકે, આ વખતે ઉપરકોટમાં રીસ્ટોરેશન કામગિરી ચાલુ હોવાથી હાલ પ્રવેશબંધ છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.