પોરબંદર જિલ્લામાં વિકાસ દિવસ અંતર્ગત શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને લાભ આપીને તેમજ વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદર સ્થિત બિરલા હોલ ખાતે યોજાયેલા વિકાસલક્ષી કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ મંત્રીએ પોરબંદર જિલ્લામાં 30 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લાભાર્થી માટે નવાં બાવન મકાનોનો પ્રારંભ કર્યો છે.. રાજ્ય કક્ષાએ કાર્યક્રમમાં 19 આઈ.ટી.આઈ ના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.
આઇટીઆઇના 74 નવા મકાનો બનાવવામાં આવ્યા છે તેવું જણાવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો અને લોકોને નિહાળ્યું હતું. જેમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની ઉપસ્થિતિમાં રૂ. 5300 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને વતનપ્રેમ યોજના પણ લોન્ચ કરવામાં આવી હતી. પોરબંદર ખાતે મંત્રી ઠાકોરના હસ્તે પોરબંદર જિલ્લાના વિકાસ કામોનું ઇ લોકાર્પણ ખાત મુહુર્ત કરાયું હતું.
જેમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. 3.99 કરોડના ખર્ચે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ઇશ્વરીયા, બાવળાવદર, અમર રોડ નિર્મિત રોડનું ઇ- લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત મિયાણી અને મહીયારી ગામના પાંચ લાભાર્થીઓને આવાસોની ચાવી વિતરણ અર્પણ, અન્ય પાંચ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસના બાંધકામ માટે રૂ. 1.20 લાખની મંજૂરી પત્ર અને રૂ.30 હજારના પ્રથમ હપ્તાનો ચેક વિતરણ કરાયો હતો. આ ઉપરાંત મંત્રીના હસ્તે એસટી વિભાગની ત્રણ નવી બસને લીલી ઝંડી આપી ને પ્રસ્થાન કરાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.