તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલીમની શરૂઆત:કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે વર્કફોર્સ તૈયાર કરવાની શરૂઆત

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાંથી પ્રેરણા લઇને પોરબંદર જિલ્લામાં આજથી કુતિયાણા સી.એચ.સી. અને અડવાણા સી.એચ.સી. ખાતે 5 દિવસીય તાલીમની શરૂઆત કરવામાં આવી છે. દરેક બેચમાં 25-25 લોકો તાલીમ મેળવી રહ્યા છે. આ માટે ધોરણ – 19 અને ધોરણ – 12 પાસ ઉમેદવારોને કોરોનાની પ્રાથમિક સમજ, કોરોના અને મલેરીયા, ડેન્ગ્યુ, ચિકન ગુનીયા કે સ્વાઇન ફ્લુનો તફાવત સમજાવીને ઓક્સિજનની જરૂરિયાત, ધનવંતરી રથ, લોહીનાં નમુના, કોરોનાનાં વિવિધ ટેસ્ટ વગેરે બાબતે થીયરી અને પ્રક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે. તાલીમો RSETIનાં નેજા હેઠળ થઇ રહેલ છે.

તાલીમ આપનાર તરીકે પીએચસી, સીએચસી અને સિવિલ હોસ્પિટલનાં તબીબો રહેશે. કોર્સ – ડિઝાઇન ડિસ્ટ્રીકટ સ્કિલ ડેવલપમેન્ટ કમિટિએ કરેલ છે. અરજીઓ માટે ICDSની મદદ લેવામાં આવેલ છે. તાલીમનાં અંતે પરિક્ષા પણ લેવામાં આવશે. અત્યાર સુધીમાં 2600થી વધુ અરજીઓ મળી છે. આમાંથી ઇમરજન્સી મેડિકલ ટેક્નીશીયન, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (એડવાન્સ), હોમ હેલ્થ એ.ઇ.ડી. અને લેબ ટેકનીશીયનનું માનવબળ તૈયાર કરવામાં આવશે તેવું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...