સાયકલ યાત્રા:"સ્વચ્છતાથી એકતા તરફ' ના ઉદેશ સાથે યુવતીની સાયકલ યાત્રાનો પ્રારંભ

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાયકલ યાત્રા કરશે

મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર થી સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી "સ્વચ્છતાથી એકતા તરફ' ના ઉદેશ સાથે સાયકલ યાત્રાનો પ્રારંભ વડોદરાની એક યુવતિ દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં રહેતી સમીધા કલ્પેશભાઇ પટેલ નામની યુવતિ સાયકલ લઇને પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 547 કીમીની સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો છે.

માત્ર 15 વર્ષની ઉંમરે 547 કીમીની સાયકલ યાત્રા સ્વચ્છતા અને એકતાના સંદેશ સાથે આ યુવતિએ આયોજન કર્યું છે. આ સાયકલ યાત્રા ધોરાજી, જસદણ, ધંધુકા, ધર્મજ, વડોદરા થઇ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચશે. અગાઉ પણ આ યુવતિએ દેશના યુવાનોને સંદેશો આપવા માટે અને ડ્રગ્સ અને દારૂ જેવા નશીલા પદાર્થોથી મુકત થાય તેવા હેતુથી મનાલી, લેહ અને ખારદુંગલા ટોપ સુધીની સાયકલ યાત્રા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...