તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:108 સેવા દર્દીઓ માટે લાઇફ લાઇન બની, પોરબંદર જિલ્લામાં એક મહિનામાં 700થી વધુ કોરોનાના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં કુલ 8 ઓન રોડ 108 એમ્બ્યુલન્સ અને 1 બોટ એમ્બ્યુલન્સ થઈને કુલ 9 એમ્બ્યુલન્સ છે. તેમાંથી 2 એમ્બ્યુલન્સ પોરબંદર સિટીમાં, 1 અડવાણા, 1 રાણાવાવ, 1 રાણા કંડોરણા, 1 કુતિયાણા, 1 બળેજ અને 1 માધવપુર ખાતે એમ્બ્યુલન્સ મૂકવામાં આવેલી છે. આ 9 એમ્બ્યુલન્સ માં 18 EMT અને 15 પાઇલોટ જે દિવસ રાત ખડે પગે ફરજ બજાવે છે. ગયા એપ્રિલ માસ દરમિયાન પોરબંદર 108 દ્વારા કુલ 503 કોરોનાના દર્દીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

જ્યારે મે માસ દરમિયાન, અત્યાર સુધીમાં કુલ 240 દર્દીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ કપરા સમયમાં દર્દીઓની સેવા માટે પોરબંદરના 2 EMT લાલજી વેગડ અને મિરલબેન ઝાલા કોરોનાની ઝપટમાં આવી ગયેલ હતા .જેમાંથી લાલજી વેગડ 7 દિવસમાં કોરોનાને મ્હાત આપી ફરજ પર હાજર થઈ ગયા છે.

દર્દીનું ઓક્સિજન લેવલ 50થી નીચે ઉતરી જતા કૃત્રિમ શ્વાસ આપી દર્દીનો જીવ બચાવ્યો

​​​​​​​તાજેતરમાં પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા 32 વર્ષીય મહિલા દર્દી દર્શનાબેન મકવાણાને રાજકોટ ઈમરજન્સીમાં લઇ જવાતા હતા ત્યારે આ દર્દીને રસ્તામાં ઓક્સિજન 50થી નીચે ઉતરી ગયું હતું. આ સંજોગોમાં EMT રાજેશ જોશીએ અમ્બુ બેગ દ્વારા ઓક્સિજનના કુત્રિમ શ્વાસોશ્વાસ આપતા દર્દીનું ઓક્સિજન પ્રમાણ 80 સુધી પહોંચી ગયું હતું. જેથી તેમને હોસ્પિટલ સુધી પહોંચાડી દેવાતા હોસ્પિટલમાં સારવાર મળી જતાં તાજેતરમાં આ મહિલા દર્દીએ કોરોનાને મ્હાત આપતા રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...