પ્રાચીન નવલખા મંદિર:ઘુમલીના 12મી સદીના નવલખા મંદિરમાં ચામાચીડિયાનો નિવાસ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રક્ષિત સ્મારક રેઢુંપડ હોવાને લીધે માટીમાં મળી રહ્યું છે
  • મંદિરનું સ્થાપત્ય સોમનાથ મંદિર, મોઢેરાના સૂર્ય મંદિર જેવું

પોરબંદર જીલ્લાની સરહદે આવેલા ઘુમલી ગામે પોરબંદરના જેઠવા સાશકો દ્રારા ૧૨ મી સદીમાં બનાવવામાં આવેલ ગુજરાતના સૌથી પ્રાચીન નવલખા મંદિરની યોગ્ય જાળવણી ન થતી હોવાને લીધે આ મંદિરમાં ચામાચીડિયા લટકી રહ્યા છે. જેના લીધે શ્રધ્ધાળુઓ અને પુરાતત્વોના શોખીન મુસાફરો નિરાશ થઇ રહ્યા છે.

પોરબંદરના જેઠવા સાશકો પોરબંદરની પહેલા ઘુમલીમાં સાશન કરતા હતા અને તે વખતે તેમના દ્રારા ૧૨ મી સદીમાં સૂર્યદેવને સર્મપિત નવલખા મંદિર તે સમયમાં રૂ.૯ લાખના ખર્ચે બાંધવામાં આવ્યુ હતુ. આ મંદિર ગુજરાતનુ સૌથી પ્રાચીન સૂર્યમંદિર છે અને મંદિરનું ઐતિહાસિક દ્રષ્ટ્રીએ અતિ મહત્વ રહેલુ છે. જે ઉપરાંત ધાર્મિક દ્રષ્ટ્રીએ પણ અતિ મહત્વ ધરાવતુ આ મંદિરનું સ્થાપત્ય સોમનાથ મંદિર અને મોઢેરાના સૂર્યમંદિરની બરોબરી કરે છે.

આ મંદિર સોલંકી શૈલીમાં બનાવેલ મંદિર છે. જેથી તેને સોલંકી શૈલીના સ્થાપત્યનો ઉચ્ચ મધ્યાહન માનવામાં આવે છે. આઝાદી પછી આ મંદિરને ગુજરાતના પ્રાચીન સ્મારકો અને પુરાતન સ્થળો અને અવશેષોના કાયદા અંતર્ગત રક્ષિત કરીને ગુજરાતના પુરાતત્વ વિભાગના હસ્તક મુકવામાં આવ્યુ છે, પરંતુ રક્ષિત કરાયેલ આ સ્મારક ખરા અર્થમાં તો સાવ રેઢું પડ્યુ હોય તેમ ત્યાં પુરાતત્વ વિભાગનો કોઇ માણસ દેખા દેતો નથી અને જેના પરીણામે આ અમુલ્ય વારસો માટીમાં ભળી રહ્યો છે. મંદિરના ઐતિહાસિક ગર્ભગૃહના ગુંબજમાં ૫૦ થી પણ વધુ સંખ્યામાં ચામાચીડિયા લટકતા જોવા મળે છે અને ઠેક ઠેકાણેથી જીર્ણશીર્ણ થઇ રહેલુ આ મંદિર ભૂતિયા મહેલ જેવું લાગી રહ્યુ છે.

મંદિરની વિશેષતા
૧૨ મી સદીમાં ઊચામાં ઊચી પીઠ તેમજ ભાગ્યે જ જોવા મળતો એવો બે માળનો મંડપ આ મંદિર ધરાવે છે, તેની દિવાલો, કમળ, ઘંટ, કિર્તિમુખ, હાથી અને માનવ આકૃતિઓથી સજાવેલી છે. બહારની દિવાલ પર નૃત્યના ગવાક્ષની નીચે સૂંઢમાં સૂંઢ પોરવેલા ત્રણ હાથી યુગ્મો ધરાવે છે.

ઊચ્ચ સ્થાપત્ય શૈલી ધરાવે છે
ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો પાયો (૪૫.૭૨ X ૩૦.૪૮ મીટર) ધરાવતા આ મંદિરની પૂર્વ દિશા નજીક એક સુંદર કિર્તિ તોરણ હતુ જે રખરખાવના અભાવે નાશ પામ્યુ છે. ગર્ભગૃહ આવૃત પ્રદક્ષીણા માર્ગ, વિશાળ મુખ્ય ખંડ, ત્રણ શ્રૃંગાર ચોકીઓ, ત્રણ ઝરૂખાઓ, ૮ બાજુઓવાળા સ્તંભો ધરાવતા આ મંદિરનો પ્રવેશદ્રાર બે માળનો છે. આ મંદિરના ભદ્રગવક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, પશ્ચિમમાં શિવ-પાર્વતિ અને ઊતરમાં લક્ષ્મી-નારાયણની મૂર્તિ ઓ આવેલી છે. મંદિરની બહાર એક ૧૦ મી સદીમાં બનેલું ગણેશ મંદિર પણ આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...