તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:નવી ગાઇડલાઇન આવશે બાદ બરડા તથા પક્ષી અભ્યારણ્ય ખુલ્લુંમૂકાશે

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઇકાલે મુલાકાતીઓ માટે અભ્યારણ્ય ખોલવામાં આવે તેવી અધિકારીએ જાહેરાત કરી હતી

પોરબંદરનું બરડા અને પક્ષી અભયારણ્ય ખોલવામાં આવશે તેવી અધિકારીએ જાહેરાત કરી હતી પરંતુ હવે નવી ગાઈડલાઈન આવશે બાદ અભ્યારણય લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે તેવું અધિકારીએ જણાવતા હજુ આ અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ છે તેવું જાહેર કર્યું છે.

કોરોના સંક્રમણ ઓછું થતા વનવિભાગના અધિકારીએ ગઈકાલે બુધવારે એવું જાહેર કર્યું હતું કે, બરડા વન્ય પ્રાણી અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય મુલાકાતીઓ માટે કોવિડ 19 માટેની ગાઇડલાઈન ના પાલન કરવાની સૂચના સાથે તા. 16/06 થી ખુલ્લા મૂકવા રાજ્યના ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન તરફથી પરિપત્ર થયેલ હોય, બંને અભયારણ્યો ખુલ્લાં મૂકવામાં આવશે. જેથી સવારે અનેક મુલાકાતીઓ પક્ષી અભયારણ્ય ખાતે આવ્યા હતા પરંતુ અભયારણ્ય ખોલવામાં આવ્યું ન હતું જેથી મુલાકાતીઓ નિરાશ વદને પરત ફર્યા હતા.

વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તા. 16/6થી રાજ્યના સફારી પાર્ક તથા પ્રાણી સંગ્રહાલયો ખુલ્લા મુકવામાં આવેલ છે. અભ્યારણ્યો હજુ ખુલ્લા મુકવામાં આવેલ નથી જેથી બરડા અને પક્ષી અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે. નવી સૂચના મળ્યા બાદ ખોલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...