તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા એડવોકેટોને રીન્યુઅલ ફી ભરવા દબાણ કરવામાં આવી રહ્યું છે અને ફી ભરપાઇ નહીં થાય તો પેનલ્ટી ભરવાની ધમકી અપાતી હોવાથી જિલ્લા બાર એશો.ના પ્રમુખ શાંતિબેન ઓડદરા દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન અને સેક્રેટરીને લેખીત પત્ર પાઠવી જણાવ્યું કે, પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એશો. દ્વારા અગાઉ લેખીતમાં રજુઆત કરેલ હતી અને હાલ કોરોના મહામારીના કારણે છેલ્લા આઠ માસથી ગુજરાતની તમામ કોર્ટો લગભગ બંધ જેવી જ હાલતમાં હોય અને તે રીતે મોટા ભાગના વકીલો હાલ આર્થીક રીતે મુશ્કેલી અનુભવી રહેલ છે.
બાર એશો.ની કામગીરી જ વકીલોને મુશ્કેલીમાંથી બહાર કાઢવાની અને જર પડયે મદદ કરવા માટેની હોય પરંતુ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રકમ જમા કરાવતા હોય પરંતુ ગુજરાતમાં કોઇપણ વકીલને કોઇ આર્થીક મદદ કરેલ નથી અને ખરેખર પાંચ વર્ષથી ઓછી વકીલાત કરતા દરેક વકીલને માસીક 3000 આર્થીક મદદ તરીકે ચુકવવા જોઇએ તેને બદલે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા 1500 રીન્યુઅલ ફી ભરવાનો ફરજીયાત આગ્રહરાખતા હોય અને તે રીતે રાહત આપવાને બદલે કે,
આર્થીક મદદ કરવાને બદલે વકીલોને આર્થીક મુશ્કેલીના સમયમાં પણ રીન્યુઅલ ફી ભરવા માટે દબાણ કરવામાં આવ્યુ અને 31 ડિસેમ્બર સુધીમાં ફ્રી ન ભરાઇ તો પેનલ્ટી કરવાની ધમકીઓ આપવામાં આવતી હોય જે કોઇપણ રીતે વ્યાજબી નથી અને ખરેખર તો રીન્યુઅલ ફી જ એકવર્ષ માટે માફ કરી દેવી જોઇએ અને તે રીતે વકીલોને રાહત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ તેવું જણાવી યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.