તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:બાપોદરના યુવાને કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપ્યું ન હોવા છતાં આઇસોલેટ થવા જણાવ્યું

પોરબંદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મેસેજમાં સ્વોબનું સેમ્પલ જામનગર લેબમાં મોકલ્યાનું જણાવ્યું : ડીડીઓ દ્વારા તપાસના દેશ અપાયા

રાણાવાવના બાપોદર ગામના યુવાને કોરોના ટેસ્ટ માટે સ્વોબ સેમ્પલ આપ્યું ન હોવા છતાં તેનું સેમ્પલ જામનગર લેબ માં મોકલાયું હોવાનો તથા આઈસોલેટ થવા નો મેસેજ આવતા યુવાન ચોંકી ઉઠ્યો હતો. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

રાણાવાવ ના બાપોદર ગામે રહેતા રામભાઈ લખમણભાઈ બાપોદરા નામના યુવાને જણાવ્યું હતું કે તેણે તા 2 એપ્રિલ ના રોજ બાપોદર સબ સેન્ટર ખાતે કોરોના ની રસી લીધી હતી અને તા. 3 ના રોજ તાવ આવતા આ યુવાને રાણા કંડોરણા પીએચસી સેન્ટર ખાતે દવા લીધી હતી અને ત્યાર બાદ તા. 4 ના રોજ તેના મોબાઈલ માં એકાએક એવો મેસેજ આવ્યો હતો કે તેના સ્વોબ નું સેમ્પલ લેવામાં આવ્યું છે જે જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજ ખાતે મોકલાયું છે.

અને મેસેજમાં આઈસોલેટ થવા પણ જણાવ્યું હતું. આ મેસેજ મળતા રામભાઈ તથા તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ રાણા કંડોરણા પીએચસી ખાતે સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે મેં સેમ્પલ આપ્યું જ નથી. તો ત્યાંના સ્ટાફે તેને સેમ્પલ આપવા જણાવ્યું હતું. પરંતુ રામભાઈ ની તબિયત સારી હોવાથી તેણે ટેસ્ટ કરાવવા ના પાડી હતી. ગઈકાલ થી આરોગ્ય વિભાગ દ્વારા તેણે સેમ્પલ આપી જવા ફોન આવતા થઈ ગયા છે. યુવાને વધુમાં જણાવ્યું હતું કે આ રીતનો મેસેજ ભૂલથી આવે તે શક્ય નથી. આ અંગે ડીડીઓ દ્વારા તપાસ ના આદેશ આપ્યા છે.

નિયમ મુજબ પગલા લેવાશે : ડીડીઓ?
^સેમ્પલ ન આપવા છતાં મેસેજ મળ્યા અંગેની માહિતી મને મળી છે. આ બનાવ અંગે તપાસ કરી રહ્યા છીએ. તપાસ સોંપવામાં આવી છે. ડેટા એન્ટ્રી રજીસ્ટર કે એમઓ કે બીજા કોણ કર્મચારી જવાબદાર છે. ખરેખર કોઈ ભૂલ થઈ છે કે પછી ઈરાદા પૂર્વકની ભૂલ છે તે અંગે તપાસ કરી ત્રણેક દિવસમાં અહેવાલ આપશે. બાદ જે દોષિત જણાશે તેની સામે નિયમ મુજબ પગલાં લેવાશે. - વી. કે. અડવાણી, ડીડીઓ, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો