હુમલો:આદિત્યાણા હાઇવે નજીક 2 શખ્સનો બેંક કર્મી પર હુમલો

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક આંતરીને મરચાની ભૂકી છાંટી પાઇપ વડે માર માર્યો

પોરબંદરથી એક ખાનગી બેંકના કર્મી જતા હતા ત્યારે આદિત્યાણા હાઇવે નજીક 2 બાઇક સવાર શખ્સે કર્મીના બાઇકને આંતરી મરચાનો ભુક્કો છાંટી માર માર્યો હતો.ધોરીયાનેશ અમરદળ ગામે રહેતા અને પોરબંદરની ખાનગી બેંકમાં ગોલ્ડલોન વિભાગમાં કામ કરતા રાહુલ માલદેભાઈ બાપોદરા નામના કર્મીએ સિવિલ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે તેઓ બેંકનું કામ પૂર્ણ કરી પોતાના ઘરે બાઇકમાં તેના ભાઈ સાથે જતા હતા

ત્યારે આદિત્યાણા હાઇવે પર હોટલ નજીક પહોંચ્યા હતા તે દરમ્યાન એક બાઇકમાં 2 શખ્સ આવી પહોંચ્યા હતા અને બાઇક ઉભું રાખવાનું કહી કર્મીનું બાઇક આંતરી કાંઠલો પકડી અને આંખમાં મરચાની ભૂકી છાંટી લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. આ બન્ને શખ્સે મોઢા ઢાંકી રાખ્યા હતા અને માર મારી નાશી ગયા હતા. બેંક કર્મી રાહુલને ઈંજા પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...