મત્સ્યોદ્યોગ નિયામક કચેરીનો પરિપત્ર:પોરબંદરમાં 1 જુનથી 31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આદેશનો ભંગ થવા બદલ થશે કાર્યવાહી

મત્સ્યોદ્યોગ નિયામક કચેરીનો પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં પોરબંદરમાં તા. 1 જુનથી 31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ થવા બદલ કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું.

મત્સ્યોધોગ કમિશ્નરશ્રી,ગાંધીનગર કચેરીના પત્રના અનુસંધાને પોરબંદર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં ગુજરાત રાજયમાં દરિયાઈ કાંઠાના પ્રદેશિક જળવિસ્તારમાં તારીખ 1/6/21 થી તારીખ 31/7/21 સુધી યાંત્રિક બોટો દવારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમા૨ી પર પ્રતિબંધ મુકવામાં આવલે છે.જેથી આ સમયગાળા દરીમયાન પોરબંદરના કાર્યક્ષેત્ર તળેની કોઈપણ યાંત્રિક બોટો દ્વારા પોરબંદર જીલ્લાના આંતરદેશીય તથા પ્રદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ ક્રાફટ એટલેકે લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડીયા માછીમારો ને બાકાત રાખવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર સામે આ કચે૨ી દ્વારા ગુજરાત મત્સ્યોધોગ કાયદા મુજબ દંડને પાત્ર થશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...