પ્રતિબંધ:માધવપુરના દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવા પર પ્રતિબંધ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ ફેલાવાની શકયતા હોવાથી કલેકટરનું જાહેરનામું

માધવપુરના દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ ફેલાવાની શકયતા હોવાથી કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. માધવપુર થી પાતા હાઇવે એકમાર્ગીય જાહેર કરાયો છે. માધવપુરના દરિયામાં ભાઈબીજના દિવસે સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. ભાઈબીજના દિવસે માધવપુરના દરિયામાં સ્નાન કરવાથી પુણ્ય મળે તેવી માન્યતા રહેલી છે. દેશભર માંથી ભાવિકો માધવપુરના દરિયામાં સ્નાન કરવા ઉમટી પડતા હોય છે ત્યારે કોરોના સંક્રમણના કારણે છેલ્લા 2 વર્ષથી માધવપુરના દરિયામાં સ્નાન કરવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.

માધવપુરના દરિયામાં સ્નાન કરવા માટે ભાવિકોનો ઘોડાપૂર ઉમટી પડતું હોય અને ધાર્મિક વિધિ કરતા હોય છે. વેકેશન હોવાથી ટુરિસ્ટ પણ બહોળી સંખ્યામાં આવતા હોય, જેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ તેમજ કોરોના સંક્રમણ ફેલાવવાની શકયતા વધુ હોવાથી કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અશોક શર્માએ સલામતીના ભાગરૂપે તા. 6/11 ના રોજ સવારે 5 થી રાત્રે 10 સુધી માધવપુર કોસ્ટલ હાઇવેનો માધવપુરથી પાતા ગામના પાટિયા સુધીનો પોરબંદર તરફ જતો રસ્તો એકમાર્ગીય જાહેર કરવા તથા માધવપુરમાં દરિયામાં સ્નાન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી સહિત સજા થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...