તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૌષ્ટિક વાનગી સ્પર્ધા:બાલસખી, પૂર્ણાશક્તિ, માતૃશક્તિ, ધાત્રી માતાઓએ પૌષ્ટિક વાનગીઓ બનાવી

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં પોષણ માસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
  • ટેઈક હોમ રેશનના લાભાર્થીઓએ જાતે વાનગી બનાવી, 10 વાનગીના નામ રાજ્યમાં મોકલાશે

પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા જિલ્લાના ત્રણેય તાલુકા ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. પોષણ માસ અંતર્ગત આ આયોજન કરાયું હતું. ત્રણેય તાલુકા ખાતે ટેઈક હોમ રેશનના લાભાર્થીઓને રાશન પેકેટ આપવામાં આવે છે. ત્યારે આ પેકેટ માંથી લાભાર્થીઓ પોષણ યુક્ત વાનગીઓ બનાવી હતી. જેમાં બાલસખી એટલેકે 6 માસથી 3 વર્ષની માતાએ, પૂર્ણાંશક્તિ એટલેકે 11 થી 18 વર્ષની કિશોરીએ અને માતૃશક્તિ માં સગર્ભા અને ધાત્રી માતાઓએ વાનગીઓ બનાવી હતી અને આંગણવાડી કાર્યકર્તાઓએ સિલેક્ટ કરેલી વાનગીઓને જિલ્લા કક્ષાએ લાવ્યા હતા.

જેમાં જિલ્લા વિકાશ અધિકારી અડવાણીએ નિર્ણાયક સમિતિ બનાવી છે. ખાસ તો ઘરમાં જ પૌષ્ટિક આહાર જેવાકે મગફળી, તલ, સરગવાના પાન સહિતના આરોગ્ય પ્રદ પોષક તત્વો માંથી વાનગીઓ બનાવી હતી અને વાનગીઓ તળેલી ન હતી. પ્રોગ્રામ અધિકારી અંજનાબેન જોશીએ જણાવ્યું હતું કે પોષણ માસ અંતર્ગત વિવિધ પોષણ અંગેના કાર્યક્રમો નું આયોજન થયેલ છે અને 30/9 સુધી વિવિધ કાર્યોનું આયોજન થશે. જિલ્લા માંથી 10 વાનગીના નામ રાજ્ય માં મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...