કાર્યવાહી:બળેજ ગામના ઉપ સરપંચને હોદ્દા પરથી બરતરફ કર્યા

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપસરપંચ સામે ગુન્હો નોંધાતા કાર્યવાહી કરાઇ

પોરબંદર તાલુકાના બળેજ ગામના ઉપસરપંચને બરતરફ કરવામાં આવ્યા છે. પોરબંદર તાલુકાના બળેજ ગામના ઉપસરપંચ રામ હરદાસ પરમારને હોદ્દા પદેથી બરતરફ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એન.એલ. સાધુએ જણાવ્યું હતુંકે, માધવપુર પોલીસ મથક અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ અંગે દરખાસ્ત આવી હતી. અને અહેવાલ આપ્યો હતો.

બનાવની વિગત એવી છેકે, બળેજ ગામે કારા જીવાભાઈ ઉલવા નામના યુવાને બળેજ ગામના ઉપ સરપંચ રામ પરમારને ફોન કર્યો હતો અને ગામમાં સ્ટ્રીટલાઈટ બંધ હોવાની ફરિયાદ કરતા ઉપ સરપંચ રામ ઉશ્કેરાઈ ગયા હતા અને યુવાનને ગાળો કાઢી, તને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી જેથી યુવાને માધવપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ ઉપસરપંચ રામ સામે તા. 21 જાન્યુઆરી 2022 ના રોજ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાત પંચાયત અધિનિયમ 1993 મુજબ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના હોદ્દાનો દુરૂપીયોગ કરે અને તેની સામે ગુન્હો નોંધાઈ તો તેને ફરજ પરથી મોકૂફ કરી શકાય છે. આથી ઉપસરપંચ સામે ગુન્હો નોંધાતા જિલ્લા વિકાસ અધિકારીએ બળેજના ઉપસરપંચ રામ હરદાસ પરમારને હોદ્દા પરથી બરતરફ કર્યા છે. તેઓ સભ્ય પદે ચાલુ રહી શકે છે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...