તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેશન્સ કોર્ટ દ્વારા જામીન નામંજૂર:રાણાવાવમાંથી પિસ્તોલ વેચવા આવેલ બન્ને બિહારી શખ્સના જામીન નામંજૂર

પોરબંદર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વકીલે ધારદાર દલીલ કરતા આરોપીઓના જામીન અરજી કોર્ટે ફગાવી

પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસે ચોક્કસ બાતમીના આધારે કોમ્બીંગ ગોઠવી પેટ્રોલીંગ દરમ્યાન હોળી ચલકાથી જતા રસ્તે 2 શખ્સો મનીશકુમાર રામદેવસિંહ કુશવહા અને સંદીપકુમાર મુકેશસિંહ કુશવહા રહે. બન્ને ગંગાપુર જી. સમસ્તીપુર બીહાર વાળાઓ ના કબ્જામાં રહેલ થેલાની ઝડપી તપાસ કરતા તેમાંથી એક દેશી બનાવટની નામ-નંબર વિનાની મેગ્જીન વાળી ચાલુ હાલતમાં પિસ્તોલ તથા તેમાં મેગ્જીન ખોલી જોતા તેમાં જીવતા કાર્ટીસ 5 મળી આવેલ તેમજ બીજા શખ્સના કબ્જા માં રહેલ થેલામાં ઝડપી તપાસ કરતા એક દેશી બનાવટનો તમંચો તથા 2 જીવતા કારટીસ મળી આવતા બન્ને પાસે હથિયારનું પાસ-પરમીટ નહીં હોવાનું જણાવેલ અને ગેરકાયદેસર રીતે વેચવા આવેલ હોવાનું જણાવતા બન્ને વિધ્ધ રાણાવાવ પોલીસે હથિયારધારાની કલમ મુજબનો ગુન્હો નોંધી કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા બન્ને આરોપીઓને જેલમાં ધકેલી દીધા હતા.

જેલ હવાલે થયેલ બન્ને આરોપીએ આ ગુન્હામાં પોતાને ખોટી રીતે સંડોવી દીધેલ હોય અને નિર્દોશ હોવાનું જણાવી જામીન ઉપર મુકત થવા અરજી કરેલ. આરોપીની જામીન અરજીનો સરકાર તરફે એડિશનલ પબ્લીક પ્રોશીકયુટર સરકારી વકીલ અનિલ લીલાએ વિરોધ કરી જણાવેલ કે, હાલના આરોપી બીજા રાજયમાંથી આવી ગેરકાયદેસર રીતે હથિયારો વેચવા આવેલ હોય અને હથિયારના ધંધા સાથે સંકળાયેલ હોય, ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ જામીન આપી શકાય નહીં.

બન્ને પક્ષોની દલીલો સાંભળી સરકારી વકીલ અનિલ લીલાની દલીલ તથા પોલીસ તપાસના કાગળો ધ્યાને લઇ બન્ને આરોપીઓની જામીન પર મુકત થવાની અરજી પોરબંદરના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો