તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામંજૂર:યુવતીને ઘરે બોલાવી દુષ્કર્મ ગુજારનારના જામીન નામંજૂર

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુનાની ગંભીરતા લઈ સેશન કોર્ટે જામીન નામંજૂરનો હુકમ કર્યો

પોરબંદરમાં યુવતીને ઘરે બોલાવી બે વખત બળાત્કાર કરનારા આરોપીના જામીન નામંજૂર કરાયા હતા. પોરબંદરના જયુબેલીમાં રહેતી યુવતીએ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે જુબેલી વિસ્તારમાં હાથી ટાંકી પાસે પોતાના પરિવાર સાથે રહેતી હતી.

બનાવ સમયે તે ઘરે એકલી હતી તે સમયે આ જ વિસ્તારના આરોપી વિપુલ સોલંકીએ યુવતીના ઘરે આવેલ અને કહ્યું કે મારા ઘરે તને મારી બા બોલાવે છે તેમ કહી યુવતીને પોતાના ઘરે કોઈ હાજર ન હોય તાળું મારી આરોપીના ઘર પાસે ગયેલ અને આરોપીના માતાને બોલવવાનું કહેતા આરોપીઓએ કહ્યું કે મારી માતા ઘરની અંદર છે. તેમ ખોટું બોલી અંદર બોલાવી ગયેલ અને ઘરે પોતે એકલો હોય બળજબરીપૂર્વક યુવતી પર દુષ્કર્મ આચરી શરીર સંબંધ બાંધી અને ફરિયાદી યુવતીનો એકલતાનો લાભ લઈ બળાત્કાર કરેલ અને કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે વિપુલ સોલંકી વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરાયો હતો. જેથી આરોપી પોતાને ખોટી રીતે સંડોવી દીધેલ હોય અને નિર્દોષ હોવાનું જણાવી જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. પરંતુ આરોપીના જામીન અરજીનો એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સરકારી વકીલએ વિરોધ કર્યો હતો અને આરોપીએ ખોટું બોલી યુવતીને પોતાના ઘરે બોલાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા કોર્ટે આરોપીના જામીન ના મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો