કાર્યવાહી:બગવદર પોલીસે રોયલ્ટી ભર્યા વગરના રેતીના બે ટ્રક પકડ્યા

બગવદર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 ટન રેતી ભરેલા ટ્રક ડીટેઇન કરીને ખાણ ખનીજ ખાતાને જાણ કરાઇ

બગવદર પોલીસે દરિયાઈ રેતીની રોયલ્ટી ભર્યા વગરના બે ટ્રક ઝડપી પાડયા હતા. જે કામ પોરબંદર ખાણ ખનીજ વિભાગનું છે તે કામ પોલીસ કરી રહી છે. મીયાણી થી માધવપુર સુધી બિલ્ડીંગ સ્ટોન અને દરિયાઈ રેતીની મોટા પ્રમાણમાં હેરાફેરી થઈ રહી છે ત્યારે ખાણ ખનીજ ખાતાના બદલે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દરિયાની રેતી પકડવામાં આવી છે.

ગત તા. 18-11-2021 ના રોજ બગવદર પોલીસ સ્ટેશનના PSI હરદેવસિંહ ગોહિલ રાત્રિના બગવદર મોઢવાડા રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહેલા હતા તે દરમિયાન મોઢવાડા ગામ પાસે થી એક ટ્રક GJ-10-U-8338 પસાર થતાં તેમને રોકાવી તલાશી લેતા ડ્રાઇવર અરજન ફોગા કેશવાલા રે. રાતડી વાળા પાસે દરિયાઈ રેતી રોયલ્ટી ભર્યા વગર 12 ટન રેતી ગેરકાયદેસર મળી આવતા ટ્રક ડી ટેન કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવેલ છે.

જ્યારે ગઈકાલે બગવદર પોલીસના PSI હરદેવસિંહ ગોહિલ બપોરના ૧ વાગ્યા દરમ્યાન પોરબંદર મોઢવાડા રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહેલા તે દરમિયાન દરિયાઈ રેતી ભરેલ ટ્રક નં. GJ-25-U-5012 ડ્રાઇવર જગાભાઈ મેપાભાઇ કોડીયાતર રે. બોરીચા વાળા પાસે પણ દરિયાઈ રેતીની રોયલ્ટી ભરેલ ના હોય અને 20 ટન દરિયાઈ રેતી ભરેલી હોય જેથી બગવદર પોલીસે ટ્રક ડીટેન કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...