કાર્યવાહી:બગવદર પોલીસે 2 શખ્સ પાસેથી દારૂની 36 બોટલ પકડી પાડી

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિંગળા ગામના 2 શખ્સો પાસેથી 44400 નો મુદ્દામાલ કબ્જે કર્યો

બગવદર પોલીસે 36 બોટલ દારૂ સાથે 2 શખ્સને ઝડપી લીધા હતા. પોરબંદર જિલ્લામાં દારૂ જુગારને સદંતરે નેસ્ત નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ આપેલ સૂચના અન્વયે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. PSI એચ. સી. ગોહીલ તથા ચંદ્રેશ કુમાર, વિજયસિંહ, સતિષકુમાર, વિપુલભાઇ વગેરે બગવદર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ખાંભોદર ગામેથી આગળ રામવાવ ચાર રસ્તા પાસે આવતા રોડ ઉપર પ્રતાપ કારા સરસીયા નામનો ખેત મજૂરી કરતો શિંગળા ગામનો યુવાન તથા જયેશ રણમલ કરેર નામના બે શખ્સો તેમની બાઇક સાથે ઉભા હતા.

આ બંને પર પોલીસને શંકા જતા તેમને ચેક કરવામાં આવતા શિંગળા ગામના આ બંને શખ્સો પાસેથી વિદેશી દારૂની 36 બોટલ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો. આ બંને શખ્સોએ રાણપર ગામના ડાયા ઘેલા કોડીયાતર પાસેથી આ દારૂ વેચાતો લઇ આવ્યાનો જણાવ્યું હતું. આ બંને શખ્સો વિરુદ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે અને પોલીસે આ બંને પાસેથી દારૂની 36 બોટલ કિં. 14400 તથા બે મોટર સાયકલની કિંમત રૂ. 30000 સાથે કુલ રૂ. 44400 નો મુદામાલ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...