તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બગવદર પોલીસે 1 મહિનામાં માસ્ક અંગેનો રૂ. 2.71નો લાખ દંડ વસુલ્યો

બગવદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે માસ દરમ્યાન જાહેરનામા ભંગના 34 ગુના દાખલ થયા

બગવદર પોલીસે 1 માસ દરમ્યાન માસ્ક વગર નીકળતા 271 લોકો સામે કાર્યવાહી કરી 2.71 લાખ દંડ વસુલ્યો છે જ્યારે બે માસ દરમ્યાન જાહેરનામા ભંગના 34 ગુન્હા દાખલ કર્યા છે.બગવદર પોલીસ દ્વારા ગત મેં માસમાં માસ્ક વગર ઘરની બહાર નીકળેલા 271 લોકો સામે કાર્યવાહી કરી કુલ રૂ. 2.71 લાખનો દંડ વસુલ કર્યો છે.

જ્યારે 14 લોકો સામે જાહેરનામા ભંગના ગુન્હા નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો કાળો કહેર હોવાથી સરકારે તેમની ગાઇડલાઇન મુજબ માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પાસેથી રૂ. 1,000 ર વસૂલવા હુકમ કરેલ અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ 144ની કલમનો ભંગ કરનાર સામે જાહેરનામાનો ગુનો દાખલ કરવા હુકમ કરેલ હોવાથી બગવદર પોલીસે એપ્રિલ મહિનામાં માસ્ક વગર ફરતા 137 લોકોને પાવતી આપી રૂ. 1.37 લાખનો દંડ વસુલ્યો હતો અને એપ્રિલ મહિનામાં જાહેરનામા ભંગના 20 ગુના દાખલ કરવામાં આવેલ. આમ એપ્રિલ અને મે મહિનામાં કુલ 408 પાવતી આપી કુલ રૂ. 4.08લાખ નો દંડ વસુલ કરવામાં આવેલ છે. જ્યારે એપ્રિલ અને મે મહિનામાં કુલ 34 લોકો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...