દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:બગવદર પોલીસે મોરાણા ગામેથી દેશી દારૂ સાથે મહિલાને ઝડપી પાડી, બાતમીના આધારે પોલીસે રેડ પાડી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની બદી સદંતર નાબુદ કરી આવી પ્રવૃતિ કરનાર ઈસમો ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલી હતી. જે અન્‍વયે ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્ય નીલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI એચ.બી.ધાંધલ્યાએ અલગ-અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગારના કેસો જપ્ત કરવા ટીમોને કાર્યરત કરવામાં આવી હતી.

ઘરના પાછળના ભાગે રેડ દરમિયાન દેશી દારૂ મળ્યો
આ દરમિયાન પોલીસ કોન્સ. દુલા લખમણ ઓડેદરાને બાતમીના આધારે મોરાણા ગામના પાદરમાં પ્રોહી. બુટલેગર મહિલાના ઘરના પાછળના ભાગે રેડ દરમિયાન દેશી દારૂ સહીતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં દેશી દારૂ ભરેલ એક-એક લીટરની કોથળીઓ ભરેલ 3 નંગ થેલા મળ્યા હતાં. જેમાં દારૂ 120 લીટર જેની કિં.રૂ. 2400. દેશી દારૂ બનાવવાનો આથો ભરેલ 100-100 લીટરના કેરબા 7 નંગ મળ્યા, આથો 700 લીટર જેની કિં.રૂ.1400 તથા આથાની વાસવાળા કેરબા 7 નંગની કિં.રૂ.350 છે. ગેસનો બાટલો 1 નંગ જેની કી.રૂ.1000 છે. ગેસના ચુલા 2 નંગ જેની કિં.રૂ.500 મળી કુલ કિં.રૂ. 5650 નો મુદામાલ મળી આવેલો હતો. આ કામગીરી ઈન્ચાર્જ PI એચ.બી.ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. અરવિંદ ખરા તથા દુલા ઓડેદરા તથા લોકરક્ષક મસરી ચેતરીયા તથા લીલુ પરમાર વિગેરે સ્ટાફના સભ્યો દ્વારા હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...