દર્શન:બગવદર નિલકંઠ મહાદેવ મંદિરે શિવજીના તપનો શણગાર કરાયો

બગવદર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક મંડળ તેમજ પૂજારી દ્વારા પ્રથમ સોમવારે ફુલોના શ્રૃંગાર દર્શનનું આયોજન કરાયું

પોરબંદર જિલ્લાના બગવદર ગામે પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરે યુવક મંડળ તેમજ પૂજારી દ્વારા પ્રથમ સોમવારે ભગવાન ભોળાનાથના દર્શનનું આયોજન કરાયું હતું. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાથી બગવદર ગામે વોકળાના કાંઠે ખૂબ જ રમણીય અને મંદિરની ચારે બાજુ લીલાછમ નાળિયેરી અને અન્ય વૃક્ષોથી શોભાયમાન જગ્યામાં બગવદર ગામે આવેલ નીલકંઠ મહાદેવના મંદિરે ભગવાન શિવ જંગલમાં તપ કરતા હોય તેવો આબેહૂબ અદભુત નજારો આજે શણગાર કરવામાં આવેલ અને મહાદેવના ફરતે ફૂલો લીલા નાળિયેર અને બીલીપત્રથી ખૂબ જ સુશોભિત કરવામાં આવેલ હતા. શ્રાવણ માસ નિમિતે અહીં દરરોજ ભક્તજનો દર્શન કરવા ઉમટી પડે છે, જ્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...