ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમ્યાન સાવચેતીના ભાગરૂપે પોરબંદર પોલીસ અધિક્ષક રવી મોહન સૈનીની સુચના મુજબ એસઓજી પીઆઇ કે. આઇ. જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ તથા હાર્બર મરીન પોલીસ સ્ટાફ સાથે માછીમારો તેમજ બોટ એસો.ના આગેવાનો, બોટ માલીકો સાથે સુભાષનગર વિસ્તારમા અવરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે મોનસૂનબ્રેક સંદર્ભે માછીમારોની સલામતી અને જાનમાલનું નુકશાન ન થાય તે હેતુથી હાલ દરીયો ન ખેડવા સમજ કરી તેમજ કોઇપણ પ્રકારની મદદની જરૂર જણાય તો દરીયાઇ સુરક્ષાના ટોલ ફ્રી નંબર 1093 પર તથા એસઓજી ઓફીસ પોરબંદર અને પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણ કરવા સૂચના આપવામા આવેલ હતી. તેમજ હાલની દેશની તથા રાજયની આંતરીક સુરક્ષા જળવાઇ રહે તે હેતુથી સુરક્ષા એજન્સીઓને મદદરૂપ થવા જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.