પેટ્રોલિંગ જરૂરી:મોઢવાડા ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાંથી સ્ટીલની પાઇપ રેલિંગ આવારા તત્ત્વોએ તોડી પાડી

બગવદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી કેમેરા ગોઠવવા આયોજન કરાશે, પોલીસ પેટ્રોલિંગ જરૂરી

મોઢવાડા ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના પટાંગણમાં આવેલ પથ્થર સાથે ફીટ કરેલ સ્ટીલની પાઈપ રેલીંગ રવિવારે કોઈ આવારા તત્વોએ તોડી પાડતા રોષ ફેલાયો છે. મોઢવાડા ગામે હર્ષદ રોડ અને લીરબાઈ માતાજીના મંદિરે જતા રોડની ક્રોસમાં આવેલ કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરે છે. મોઢવાડા ગામના અગ્રણી હિતેશભાઈ મોઢવાડિયા તેમજ ગ્રામજનોના જણાવ્યા મુજબ, કોઈ આવારા તત્વો અવારનવાર ભાંગફોડ પ્રવૃતિઓ કરે છે. રવિવારે શાળામાં રજાનો દિવસ હોય, તે સમયે કોઈ તત્વોએ પથ્થર સાથે ફીટ કરેલ સ્ટીલના પાઇપની રેલીંગ તોડી પાડેલ છે.

અગાઉ બે વખત આ સ્કૂલમાં ભાગફોડ પ્રવૃતિ કરેલ છે, જેમાં એક વખત બાળકોને પીવાના પાણીની પાઇપલાઇન તોડી પાડી હતી જેથી બાળકોને બે દિવસ પીવાના પાણીની તકલીફ પાડી હતી. ત્યારે અમુક તત્વો દ્વારા આવી ભાંગફોડ કરવાથી ગામના આગેવાનોમાં રોષ પણ ફેલાયો છે. મોઢવાડા ગામના યુવાનોએ નક્કી કરેલ છે કે, શાળામાં રજા હોય તે સમયે શાળાની આસપાસ આંટાફેરા ચાલુ રાખવા તેમજ આવા તત્વોને રોકી શકાય તે માટે સીસીટીવી કેમેરા ગોઠવવાનું પણ વિચારવામાં આવી રહેલ છે. આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ પણ જરૂરી બન્યું છે. તસવીર - ધીરૂભાઇ નિમાવત

અન્ય સમાચારો પણ છે...