લોકોમાં કચવાટ:પોરબંદરની આરજીટી કોલેજના ફેઝ-2 ના કામની જોવાતી રાહ

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા બિલ્ડિંગના સમારકામ માટે 7 કરોડની રકમ ફાળવાઇ હતી

પોરબંદર શહેરના દરિયા કિનારે આવેલા આર. જી. ટી. કોલેજના રીનોવેશન માટે સરકાર દ્વારા 7 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી અને તેનો ફેઝ-1નું કામ પૂર્ણ પણ થઈ ગયું છે ત્યારે લોકો દ્વારા તેના ફેઝ-2 ના કામની રાહ જોવાઈ રહી છે.

પોરબંદરના દરિયા કિનારે આવેલા દરિયાઈ મહેલ તરીકે જાણીતા ઐતિહાસિક મહેલમાં સરકાર દ્વારા આર.જી.ટી. કોલેજ ચલાવવામાં આવી રહી હતી. આ દરિયાઈ મહેલ સમય જતા સર્જરીત બની ગયો હતો અને પોરબંદર કલેક્ટર તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2017 થી શિક્ષણકાર્ય માટે ઉપયોગમાં લેવાની મનાઈ ફરમાવી હતી.

જેને કારણે પોરબંદરની અનેક સેવાભાવી સંસ્થાઓ તથા મહાનુભાવો દ્વારા કોલેજના રિનોવેશન માટે રીતસરની લડત ચલાવી હતી. બાદમાં સરકારે 2020 ની સાલમાં આ મહેલના રીનોવેશન માટે રૂપિયા 7 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી. આ મહેલની ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી ફેઝ-2 ની કામગીરી શરૂ કરવામાં આવી ન હોય લોકોમાં કચવાટ શરૂ થઈ ગયો છે અને આ કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ગોઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...