પોરબંદર પાલિકાની તિજોરી છલકાઈ:જન્માષ્ટમી લોકમેળાની હરાજી છાંયા નગરપાલિકાને ફળી; અંદાજીત 55થી 60 લાખની આવક થઈ

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર છાંયા નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાના ચકડોળ અને મોતના કુવા માટે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ વર્ષે હરાજી પાલિકાને ફળી હોય તેમ અંદાજીત 55થી 60 લાખ કરતા વધુની આવક થઈ હતી.

પ્લોટ માટે 3 લાખ 70 હજાર સુધીની બોલી પહોંચી
પોરબંદર-છાંયા નગરપાલિકા આયોજીત જન્માષ્ટમીના લોકમેળા માટે ચકડોળ અને મોતના કુવા માટેના પ્લોટની હરાજી કરવામાં આવી હતી. પોરબંદર છાંયા નગરપાલિકા ખાતે લોકમેળા કમિટી અધ્યક્ષની ઉપસ્થિતિમાં યોજાયેલ હરાજીમા અપસેટ પ્રાઈઝથી પ્લોટની ફાળવણી માટે પ્રક્રીયા શરુ થઈ હતી. હરાજીમાં ભાગ લેનાર ચકડોળ ધારકોએ પણ જગ્યા માટે ઉંચી બોલી લગાવતા પ્લોટ માટે 3 લાખ 70 હજાર સુધીની બોલી પહોંચી હતી. લોકમેળા સમિતિના અઘ્યક્ષ શૈલેષ જોષીના જણાવ્યા મુજબ આ વર્ષે ચકડોળ તેમજ મોતના કુવાની થયેલ હરાજીમાંથી પાલિકાને અંદાજીત 55 થી 60 લાખ કરતા વધુની આવક થઈ છે.

અન્ય સમાચારો પણ છે...