પોરબંદરમાં પ્રવાસીઓનો ઘસારો:ગાંધીભૂમિનું આકર્ષણ :રોજ 1500 પ્રવાસી કીર્તિમંદિરની મુલાકાત લે છે

પોરબંદર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધીજીનાં પુસ્તક, ચરખા, ગાંધીજીનાં કિચન સહિતની વસ્તુનું વેંચાણ થાય છે અને પ્રવાસીઓ ખરીદે છે. - Divya Bhaskar
ગાંધીજીનાં પુસ્તક, ચરખા, ગાંધીજીનાં કિચન સહિતની વસ્તુનું વેંચાણ થાય છે અને પ્રવાસીઓ ખરીદે છે.
  • ગાંધી હાટમાં 2 માસમાં રૂ. 1.75 લાખનું વેચાણ થયું

પોરબંદરમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો છે. કીર્તિમંદિર ખાતે સરેરાશ રોજ 1500 પ્રવાસીઓ મુલાકાતે આવે છે. અહીં ગાંધીહાટમા 2 માસમાં રૂ. 1.75 લાખનું વેચાણ થયું છે. મહાત્મા ગાંધીજી જન્મભૂમિ અને કૃષ્ણ સખા સુદામાની પોરબંદર નગરીમાં ભારતભરમાંથી પ્રવાસીઓ મુલાકાતે અને દર્શનાર્થે આવે છે. કોરોના સંક્રમણ ઓછું થતા પોરબંદરમાં પ્રવાસીઓનું આગમન વધ્યું છે. ખાસકરીને દિવાળીના તહેવાર પહેલા અને પછીથી પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે.

પોરબંદરમાં સુદામામંદિર, કીર્તિમામદિર, ચોપાટી, રિવરફ્રન્ટ, સાંદિપની સહિતના સ્થળોએ પ્રવાસીઓ ઉમટ્યા છે ત્યારે કોરોના બાદ પોરબંદરનું અર્થતંત્ર પાટે ચડ્યું છે. ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે દિવાળી થી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સરેરાશ રોજ 1500 પ્રવાસીઓ કીર્તિમંદિરની મુલાકાત લઈ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. કીર્તિમંદિર ખાતે સેલ્ફી પોઇન્ટ અને સ્વદેશી ચરખા પોઇન્ટ પર પ્રવાસીઓ પોતાની યાદો મોબાઈલ અને કેમેરામાં કેદ કરી રહ્યા છે.

કીર્તિમંદિર ખાતે ગાંધીહાટ આવેલ છે જ્યાં ગાંધીજીના પુસ્તકો, ચરખા, ગાંધીજીના કિચન, ટીશર્ટ, ટોપી, વુડન કેલેન્ડર, પેન સ્ટેન્ડ સહિતની ચીજોનું વેચાણ થાય છે. પ્રવાસીઓની સંખ્યા વધતા અહીં 2 માસ દરમ્યાન રૂ. 1.75 લાખની ચીજોનું વેચાણ થયું છે તેવું કીર્તિમંદિરના સંચાલકે જણાવ્યું હતું.

કીર્તિમંદિર ખાતે વિઝીટર કાઉન્ટીંગ મશીન વિકસાવવામાં આવશે
મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિર ખાતે દરરોજ કેટલા લોકો મુલાકાતે આવે છે તે ગણતરી કરવા માટે વિઝીટર કાઉન્ટીંગ મશીન વિકસાવવા વિચારણા ચાલી રહી છે તેવું પણ સંચાલકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...