તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાનો પ્રયાસ:ધંધાનું મનદુઃખ રાખી વૃદ્ધને કુહાડી મારી હત્યાનો પ્રયાસ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાણાવડવાળા ગામે શખ્સે મારી નાખવાની ધમકી આપી

રાણાવડવાળા ગામે એક શખ્સે કમિશનનો ધંધો કરવો હોય જે બાબતનું મનદુઃખ રાખી વૃદ્ધ પર કુહાડાનો ઘા કરી જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદર જિલ્લાના રાણાવડવાળા ગામે રહેતા ગોવિંદભાઇ મુળુભાઈ ચાંડપા નામના 60 વર્ષીય વૃદ્ધ ખેત મજૂરી માટે ખેત મજૂરો કમિશનથી ખેડૂતોને મોકલતા હોય જે મજૂરો આ ગામનો રાજુ ડાયા ચાંડપા નામનો શખ્સને મોકલવાનો હોય અને આ શખ્સને કમિશનનો ધંધો કરવો હોય જે બાબતનું મનદુઃખ રાખી રાજુ ડાયાએ વૃદ્ધ ગોવિંદભાઇ પર જીવલેણ હુમલો કરી વૃદ્ધને મારી નાખવાના ઇરાદે કુહાડાનો ઘા માથામાં ડાબી સાઈડ મારી ગંભીર ઈંજા પહોંચાડી, મારી નાખવાની કોશિશ કરી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...