હુમલો:કુતિયાણા વિસ્તારમાં મહિલા ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો, રાવ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મચારી સાથે ગઇકાલે 3 શખ્સોએ અભદ્ર વર્તન કર્યું હતું. આ શખ્સોએ મહિલાને ભુંડી ગાળો આપીને જપાજપી કરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કુતિયાણા તાલુકાના ટીબી નર્સરીની પાસે ગઇકાલે ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને ગઇકાલે રાત્રીના સમયે ભીલાભાઇ રબારીનો ફોન આવ્યો હતો કે અમારી ભેંસો છોડાવવા ડબે આવેલ છુ.

તમે અહીં આવો. ત્યારે આ મહિલા કર્મચારી ત્યાં પહોંચીને તેમણે ભીલાભાઇને દંડ ભરવાનું કહેતા ભીલાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને કહ્યું હતું કે હું આ દંડ ભરીશ નહી. તેમ કહીને તેમણે આ મહિલા કર્મચારી સાથે ભુંડી ગાળો કાઢી હતી અને હાથ પકડીને કહ્યું હતું કે આ પટ્ટા ઉતરી જશે તેમ કહેતા મહિલા કર્મચારી તેનાથી દૂર જતા ભીલાભાઈ તથા તેની સાથે આવેલા 2 અજાણ્યા શખશોએ મહિલા કર્મચારી સાથે જપાજપી કરીને ડ્રેસમાં રહેલ ખભાનું સોલ્ડર તોડી નાખેલ હતું.

આ જપાજપી દરમિયાન કુલદીપભાઇ જોષી બચાવવા માટે વચ્ચે પડતા આ શખ્સોએ તેમને પણ માર માર્યો હતો. આ ત્રણેય આરોપીઓએ મહિલા પર હુમલો કરવા અને કર્મચારીની ફરજ પર રૂકાવટ બદલની ફરીયાદ નોંધાતા પોલીસે આ ત્રણેય શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના PSI પી. ડી. જાદવે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...