તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:શીંગડા ગામે પ્રેમ-લગ્ન કરતાં દંપતિ પર હુમલો

પોરબંદર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચોરીના ખોટા આરોપો નાખી 4 શખ્સે માર માર્યો

પોરબંદર જિલ્લાના શીંગડા ગામે રહેતા લીરીબેન રાજુભાઇ ગામી નામના પરિણીત મહિલાએ પોલીસ ફરીયાદ લખાવી જણાવ્યુ છે કે, પોતે પોતાના પિતાની ઇચ્છા વિરૂધ્ધ ઘરેથી ભાગીને લગ્ન કરેલા હોય અને પતિ-રાજુભાઇ ગામી સાથે શીંગડા ગામમાં રહે છે. આ જ ગામમાં રહેતા અરજણ મોહન ગામી, ધીરૂ સામત ગામી, રામ સામત ગામી તથા ભીમા ભીખુ કાગડીયા નામના આરોપીઓ એકસંપ કરીને લીરીબેનના ઘરે આવ્યા હતા અને લીરીબેન અને રાજુભાઇ ગામી ઉપર ચોરીના ખોટા આરોપો લગાવી, લીરીબેન તથા તેણીના પતિ રાજુભાઇ ગામી ઉપર હુમલો કર્યો હતો અને ભૂંડી ગાળો કાઢી, દંપતિને ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યો હતો.અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાની ફરીયાદ કરાતા પોલીસે ઉક્ત તમામ ચારેય આરોપીઓ સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો