તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કેદીને માસ્ક પહેરવાનું કહેતા કર્મી પર હુમલો

પોરબંદર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો

પોરબંદરના નિખીલભાઇ ઘેલાભાઇ વાઘ નામના યુવાને ફરીયાદ કરી જણાવ્યુ છે કે, પોરબંદરના એડી.જ્યુડી.મેજી.સાહેબની કોર્ટમાં આરોપી કાના હરસુખ વદર નામના કેદીને પોરબંદરના લોકરક્ષક નરેન્દ્રભાઇ લઇને આવ્યા ત્યારે લોકરક્ષક નરેન્દ્રભાઇએ કેદીને મોઢા ઉપર માસ્ક વ્યવસ્થિત પહેરવાનું કહેતા કેદી ઉશ્કેરાઇ ગયો હતો.

ઉશ્કેરાતમાં આ કેદી ગાળાગાળી કરવા લાગ્યો હતો, જેથી નિખીલભાઇએ કેદીને કોર્ટ કમ્પાઉન્ડમાં ગાળો બોલવાની ના કહેતા કેદી વધુ ઉશ્કેરાઇને નિખીલભાઇનો કાઠલો પકડી ઝપાઝપી અને મારામારી કરવા લાગ્યો હતો અને ફરીયાદી યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો, જે બાબતે ફરીયાદ કરાતા પોલીસે આરોપી એવા કેદી કાના હરસુખ વદર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો