કાર્યવાહી:મોડદર ગામે સામાન્ય બાબતે મહિલા પર હુમલો, માથામાં કુહાડી મારી દેતા પોલીસ ફરિયાદ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મોડદર ગામે ગઇકાલે સવારના સમયે ઘર પાસે કાંટાળી વાળ કરવા બાબતે એક મહિલા પર 3 શખ્સોએ હુમલો કરતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મોડદર ગામે રહેતા જયાબેન નારણભાઇ વાઘ નામના મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારના સમયે તેમના ઘરની સામે રહેતા અશ્વિન મનસુખ સોલંકી નામના શખ્સ ઘર સામે ખુલ્લી જગ્યામાં કાંટાળી વાળ કરી રહ્યા હતા ત્યારે જયાબેને કહ્યું હતું કે છોકરાઓ રમતા હોય તેમને કાંટા વાગશે તેમ કહેતા લાભુબેન મનસુખભાઇ સોલંકી તથા અશ્વિનભાઇની ઘરવાળી ત્યાં આવી ગયેલ અને તેમણે જયાબેનને લાકડીથી માર માર્યો હતો અને કુહાડીનો એક ઘા કપાળના ભાગે મારીને ભુંડી ગાળો કાઢી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે તમામ સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...