પોલીસ ફરિયાદ:અડવાણા ગામે નજીવી બાબતે મહિલા પર હુમલો, 4 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના અડવાણા ગામે નજીવી બાબતે એક મહિલા પર 3 મહિલા સહિત 4 શખ્સોએ હુમલો કરતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અડવાણા ગામે રહેતા હંસાબેન મનસુખભાઇ જોષી નામના મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ગત તારીખ 12 ના રોજ સવારના સમયે શંકરના મંદિરના કમ્પાઉન્ડમાં હિરેનભાઇ નામનો શખ્સ હંસાબેનના દિકરા મનનને ઢોલની દાંડી લઇને મારવા દોડેલ જે બાબતે હંસાબેનએ કહ્યું હતું કે મનનને મારી નાખવો છે તેમ કહીને ના પાડી વચ્ચે પડતા હંસાબેનને મનફાવે તેમ ગાળો કાઢી હતી અને લાકડીની દાંડીથી મુંઢ ઇજાઓ કરી હતી અને દીપુબેન હિરેનભાઇ, વીજુબેન હીરજીભાઇ તથા અનસુયાબેન મનસુખભાઇ નામની મહિલાઓએ તેમને મદદગારી કરતા આ તમામ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના હે.કો. બી. ડી. ગરચરે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...