તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:બળેજ ગામે યુવાન પર 5 શખ્સનો હુમલો

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુવામાંથી પાણી ખેંચવાની ના પાડતા

પોરબંદર જિલ્લાના બળેજ ગામના વાડી વિસ્તારમાં રહેતા યુવાને પોતાના કુવામાંથી મોટર મારફત પાણી ખેંચવાની ના કહેતા ઉશ્કેરાયેલા ૫ શખ્સોએ યુવાન તથા એક મહિલાને માર માર્યો હતો.

બળેજના રામાભાઇ માલદેભાઇ પરમારે પોલીસ ફરીયાદ લખાવી જણાવ્યું છે કે, બળેજ ગામમાં રહેતા દિલીપ લીલા, ભના સવદાસ, દેવા સવદાસ, લીલા પુંજા તથા ભીમા ભોજાએ રામાભાઇ પરમારની વાડીના કુવામાં પાણીની મોટર નાખીને પાણી ખેંચતા હોય અને રામાભાઇએ કુવામાંથી પાણી ખેંચવાની ના કહેતા આ પાંચેય ઉશ્કેરાઇ જઇને રામાભાઇ પરમાર સાથે બોલાચાલી કરીને ઝગડો કરી કુહાડી, લોખંડના પાઇપ, તલવાર અને લાકડી વડે રામાભાઇ પર હુમલો કરી, રામાભાઇના માથાના ભાગે તથા શરીરે માર મારવા લાગ્યા હતા, અને રામાભાઇને બચાવવા વચ્ચે પડેલા માલીબેન નાથાભાઇ નામના મહિલાને પણ તલવાર, લાકડી વડે માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો