હુમલો:પોરબંદરના યુવાન પર 4 શખ્સનો હુમલો, ફરિયાદ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના કુંભારવાળા બેલાડીયા શેરીમાં રહેતા યુવાનને બે દિવસ પહેલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ અરજી કરી હતી જેનું મનદુઃખ રાખી 4 શખ્સએ યુવાનને માર મર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના કુંભારવાળા બેલાડીયા શેરીમા રહેતો ઇમરાન રજાક રાઠોડ નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમાં બે દિવસ પહેલા શખ્સ વિરુદ્ધ પોલીસમાં અરજી કરેલ હતી જેનું મનદુઃખ રાખી રફીક બેલાડીયા, યુસુફ ઇબ્રાહિમ સાઇ, સતાર ઓસમાન બેલાડીયા અને રફીકભાઈની મોટી દીકરી આમ ચારેય શખ્સએ આ યુવાનને લાકડાના ધોકા તથા પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારી, ઢીકા પાટુનો માર મારી યુવાનને ઈંજા પહોંચાડી ચારેય શખ્સોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...