હુમલો:પાતા ગામે દંપતી પર 2 મહિલા સહિત 4 શખ્સનો હુમલો, રાવ

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં પાણી આવવા બાબતેની માથાકૂટમાં માર માર્યો

પાતા ગામે ખેતરમાં પાણી આવવાની બાબતે માથાકૂટ થતા 2 મહિલા સહિત 4 શખ્સે પતિ પત્નીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પાતા ગામે ડેલા વાડ વિસ્તારમાં રહેતા લખમનભાઈ અરજનભાઈ મોકરીયા નામના આધેડે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં આ આધેડને મંજુબેન માલદે મોકરિયાએ કહેલ કે તમે કેમ અમારા ખેતરમાં પાણી આવવા દો છો? જેથી આધેડે કહેલ કે તમારું ખેતર નિચાણમા હોય જેથી આવી જાય છે. જાણી જોઈને આવવા દેતો નથી તેવું કહેતા ગાળો કાઢી છુટા પથ્થરના ઘા માર્યા હતા તેમજ માલદે વાધા મોકરિયાએ છુટા પથ્થરના ઘા મારી આધેડને ઈંજા પહોંચાડી હતી. તેમજ મસરી વાધા અને વિજયાબેન મસરીએ રાજીબેન લખમણને પથ્થરોના ઘા મારી ઈંજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે 2 મહિલા સહિત 4 શખ્સ સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...