શૂટિંગ ચેમ્પિયનશિપ:ખેડા અને તાપી ખાતે ઓપન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદરમાં તાલીમ લીધેલ ખેલાડીઓએ મેદાન માર્યું

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓપન સાઇટ એર રાયફલ યુથ મેન કેટેગરીમાં બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો

ખેડા અને તાપી ખાતે ઓપન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદરમાં તાલીમ લીધેલ ખેલાડીઓએ મેદાન મારી, એર રાયફલમાં બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે. ઓપન ખેડા જિલ્લા શુટિંગ અને ઓપન તાપી જિલ્લા શુટિંગ ચેમ્પિયનશીપ 2022 તાજેતરમાં અમદાવાદ રાઈફલ ક્લબ ખાનપુર અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી અલગ-અલગ જિલ્લાઓ માંથી અલગ અલગ વયજૂથમાં ખેલાડીઓએ ભાગ લીધેલ હતો.

જેમાં સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે આવેલ ઇન્ડોર શૂટિંગ રેન્જમાં તાલીમ મેળવતા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પોતાનું કૌશલ્ય બતાવી રુદ્ર નીલેશ જેઠવાએ ઓપન સાઈટ એર રાઈફલ યુથ મેન કેટેગરી માં ત્રીજો ક્રમાંક મેળવેલ છે અને જીત જેઠવાએ ઓપન સાઈટ એર રાઈફલમાં યુથ મેન કેટેગરીમાં બીજો ક્રમાંક મેળવેલ છે. તે બદલ આ ખેલાડીઓને ઠેરઠેરથી અભિનંદન પાઠવવાની સાથે આવનાર ખેલમહાકુંભની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...