મૂળ પોરબંદરના અને હાલ રાજકોટ જિલ્લાના લોધિકાના પાળ ગામે રહેતા દિલીપ અરજણભાઈ ઓડેદરા નામનો યુવાન અને તેનો સાળો સમીર બન્ને કાર મારફત કામ સબબ પોરબંદર આવતા હતા અને પોરબંદરના ત્રીજા માઈલ પાસે આવેલ એક હોટલમાં ચા પીવા ઉભા રહ્યા હતા આ દરમ્યાન એક કારમાં રામ કાના બોખીરિયા તથા જયેશ નામના શખ્સ આવી પહોંચ્યા હતા.
આ યુવાન ડ્રાઇવર સીટ પર બેઠો હતો ત્યારે રામે ધોકા વડે કારના કાચમા મારતા કાચ તોડી નાખી આ યુવાનને માર મારી યુવાનની કાર માજ યુવાનનું અપહરણ કરી બાબળા નજીકના ખેતરે લઈ ગયા હતા ને ત્યાં માર માર્યો હતો. આ બનાવ દરમ્યાન યુવાનનો સાળો સમીર ત્યાંથી નાશી ગયો હતો અને આ બનાવની પરિવારને જાણ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુવાનને રામ કાના, જયેશ, નૌધણ તથા કાના લગધીર બોખીરિયાએ માર મારી, ધમકી આપી, અપહરણ કરી રાત રાખ્યો હતો અને સવારે બીજા સ્થળે લઈ જતા હતા તે દરમ્યાન ઉદ્યોગનગર પોલીસ મથકના પીએસઆઇ શીતલ સોલંકી સહિતના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આ યુવાનને શખ્સોની ચુંગલમાંથી છોડાવી ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે. અગાવ ટ્રકના હિસાબ બાબતે મનદુઃખ હોય જેથી આરોપીઓએ અપહરણ કરી માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.