બજારમાં ગ્રાહકોની ભીડ:પોરબંદરની બજારમાં છેલ્લી ઘડીએ ઘરાકીનો રંગ જામ્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીનો તહેવાર ઉજવવા શહેરીજનોમાં ઉત્સાહ

પોરબંદરની બજારમાં છેલ્લી ઘડીએ ધરાકીનો રંગ જામ્યો છે. બજારમાં ગ્રાહકોની ભીડ જામી છે. દિવાળીનો તહેવાર ઉજવવા શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં દિવાળીના તહેવારને લઈને શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં છેલ્લી ઘડીએ ઘરાકી નીકળી છે. પોરબંદરવાસીઓ ઉત્સવ પ્રિય છે. દરેક તહેવારને ઉત્સાહ પૂર્વક ઉજવે છે ત્યારે દિવાળીના તહેવારમા શહેરીજનો બજારમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. છેલ્લી ઘડીએ બજારમાં તેજીનો માહોલ જોવા મળતા વેપારીઓમા ખુશી જોવા મળે છે.

શહેરીજનો દિવાળીનો તહેવાર ઉજવવા ખરીદી કરવા ઉમટી પડયા છે ત્યારે મુખ્ય બજારમાં કાપડની દુકાનો, કટલેરી, હોઝિયરી, શૂઝ સહિતની દુકાનોમાં ખરીદી માટે ગ્રાહકોની ભીડ જામી છે. દિવાળીમાં ઘરોમાં શણગાર માટે રંગોળી, કલર, તોરણ સહિતની ચીજોનું વેચાણ પણ વધ્યું છે. બજારમાં તહેવારને લઈને તેજી જોવા મળતા બજારમાં રોનક છવાઈ ગઈ છે.

મુખ્ય બજારો પર સફાઈ કરાવાઈ
તહેવાર દરમ્યાન મુખ્ય બજારો, કેદારેશ્વર રોડ, એમ જી રોડ કે જ્યાં લોકોની ખુબ જ ભીડ રહેતી હોય ત્યાં સફાઈની ટિમ મૂકી ને તમામ વિસ્તારો ની સફાઈ કરી, ડીડીટી દવાનો છંટકાવ કરાવી સેનિટેશન ચેરમેન કૃપા હિતેશ કારિયા દ્વારા વિશેષ અભિયાન હાથ ધર્યું હતું.

શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું
દિવાળીનો તહેવાર ઉજવવા શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે તહેવારને અનુલક્ષીને શહેરનો મુખ્ય માર્ગ, હોટલો, શોરૂમો, રેસ્ટોરન્ટ સહિત દુકાનોમાં રોશની કરવામાં આવી છે. શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.

અન્ય સમાચારો પણ છે...