ટ્રસ્ટ ​​​​​​​વોક નામની રમત રમાડી:રાણાવાવની હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને કોમ્યુનિકેશન સ્કીલ અંગે માહિતી અપાઈ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા, સિદ્ધ કરવા માટેના પાઠ શીખ્યા

રાણાવાવની સરકારી હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને કોમ્યુનિકેશન સ્કીલ અંગે માહિતી અપાઈ હતી તેમજ ટ્રસ્ટ વોક નામની રમત રમાડી વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.એકબીજા પર વિશ્વાસ રાખવો અને સારા દોસ્ત બનવું જીવનમાં ખુબ ઉપયોગી છે. ઉપરાંત એક સારા ટીમ મેમ્બર બનવું એટલું જ જરૂરી છે.

વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી મૂલ્યો અનુભવથી શીખે તે માટે રાણાવાવ સરકારી હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે આચાર્ય સંદીપ સોની દ્વારા ખાસ આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને ટ્રસ્ટ વોક નામની રમત રમાડવામાં આવી હતી. આ રમતમાં આંખે પાટા બાંધેલ વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા શાળામાં સમગ્ર કેમ્પસમાં લઇ જવામાં આવ્યા હતા અને આખી રમત દ્વારા વિદ્યાર્થીઓને જે અનુભવ થયા તે તેમણે રજૂ કર્યા હતા તેમજ મિત્રતા, વિશ્વાસ અને અસરકારક કમ્યુનિકેશન સ્કીલના પાઠ વિદ્યાર્થીઓ શીખે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આચાર્ય સંદીપ સોનીએ જણાવ્યું હતુંકે, વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસક્રમ ઉપરાંત જીવન જીવવામાં ઉપયોગી થાય તેવો અભ્યાસ અને અનુભવ પણ જરૂરી છે જેને માટે વાતચીત ની ઢબ, જીવન ઉપયોગી મૂલ્યો અનુભવથી શીખે છે જેથી વિદ્યાર્થીઓને સારો અનુભવ મળે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માં શિક્ષકગણનો સહયોગ મળ્યો હતો. વિદ્યાર્થીઓએ પણ રમત ગમત સાથે જીવન ઉપયોગી મૂલ્યોનો અનુભવ લઇ જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે લક્ષ્યને સિદ્ધ કરવા માટેના પાઠ શીખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...