અનાજના કૌભાંડ મામલે ફરિયાદ નોંધાઇ:રાણાવાવ ખાતે રાશનને બારોબાર વેચી માર્યાનું કૌભાંડ સામે આવ્યું; 12 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવ ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી ગરીબોને આપવામાં આવતા રાશનને બારોબાર વેચી માર્યાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારબાદ આ મામલે આખરે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે કૌભાંડમાં સામેલ 12 શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામા આવી છે.

જેમાં રાણાવાવ શહેરમાં આવેલા પુરવઠા વિભાગના અનાજના ગોડાઉનમાંથી અંદાજીત એક કરોડથી વધુના સસ્તા અનાજના જથ્થાના હિસાબમાં ગડબડી સામે આવી હતી. ત્યારબાદ પુરવઠા વિભાગની ટીમો દ્વારા રાણાવાવ ગોડાઉનમાં તપાસ હાથ ધરી ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું હતું. રાણાવાવ સરકારી ગોડાઉન ખાતેથી 7 હજાર કટ્ટા ઘઉં-ચોખા અને 22 કટ્ટા ખાંડનો હિસાબ ન મળતા આ સસ્તા અનાજના જથ્થાનું અંદાજીત એક કરોડ જેટલા રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...