અકસ્માત:3 માઇલ પાસે કાર ચાલકે બાઇક ચાલકને હડફેટે લીધો

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ થઇ

પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં ત્રણ માઇલ પાસે ગત શુક્રવારના રોજ બપોરના સમયે એક મોટરસાયકલ ચાલકને પાછળથી એક મોટરકારે હડફેટે લેતા મોટરસાયકલનો ચાલક ફંગોળાઇ ગયો હતો અને તેને માથામાં તથા શરીરે છોલાણની ઇજાઓ થઇ હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરથી થોડે દૂર ત્રણ માઇલ પાસથી ખાંભોદર ગામની સીમમાં રહેતા લીલાભાઇ ગોઢાણીયા પોતાનું મોટર સાયકલ નં. GJ-25-S-4913 લઇને જતા હતા ત્યારે પાછળથી એક પૂર ઝડપે આવતી મોટરકાર નં. GJ-25-J-3000 ના ચાલકે લીલાભાઇને હડફેટે લેતા લીલાભાઇ મોટરસાયકલ પરથી ફંગોળાઇ ગયા હતા અને તેમને માથાના ભાગમાં હેમરેજ તથા શરીરે છોલાણની ઇજાઓ થઇ હતી. આ અંગે તેમના ભાઇ દ્વારા પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે મોટર કારના ચાલક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના હે.કો. પી. ડી. સરવૈયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...