તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓએ તરખાટ મચાવ્યો

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામા ભંગના આરોપીઓએ પોલીસને ગાળો આપી તોડફોડ કરી

પોરબંદરના કીર્તીમંદિર પોલીસ સ્ટેશનના લવાયેલા કોરોના જાહેરનામાનો ભંગ કરનાર 3 આરોપીઓએ ઉશ્કેરાઇને ધમાલ મચાવી હતી. આરોપીઓએ પોલીસને ભૂંડી ગાળો આપી પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી.પોરબંદરના રાણા ભરતભાઇ સાદીયા, પ્રવીણ ભરતભાઇ સાદીયા અને પ્રતીક ઉર્ફે રોક અશોકભાઇ રાઠોડ નામના 3 શખ્સોની પોલીસે કોરોનાની કર્ફયુના ભંગ બદલ અટકાયત કરી હતી અને ત્રણેયને કીર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં લવાયા હતા.

દરમિયાનમાં ગઇકાલના બપોરના સમયે આ ત્રણેય શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ જવાનોને ગાળો આપી ગેરવર્તન કરવા લાગ્યા હતા તેમજ આમાના રાણા ભરતભાઈ સાદીયા પોતાનું માથુ અને પગ લોકઅપમાં ભટકાડવા લાગ્યો હતો તથા પ્રવીણ સાદીયાએ પોતાનો શર્ટ ઉતારી નાખ્યો હતો અને PSO ના ટેબલનો કાચ તોડી નાખ્યો હતો બાદમાં પ્રવીણ સાદીયા અને પ્રતીક રાઠોડે પોલીસ સ્ટેશનના PSO ના ટેબલના આગળના ભાગે લાતો મારી પોલીસ સ્ટેશનમાં પડેલી ખુરશી તોડી નાખી હતી અને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની ફરજમાં અડચણ ઉભી કરતા પોલીસે તેમની સામે અલગ-અલગ ગુન્હા નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...