કાર્યક્રમ:ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંતર્ગત લાભાર્થી પરિવારોને સહાય વિતરણ કરાઈ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા લાભાર્થીઓના ઘરોને ધૂમાડા મુક્ત કરાશે: મંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ અંર્તર્ગત પોરબંદર બિરલા હોલ ખાતે ઉધોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીભાઇ પંચાલના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને સહાય વિતરણ તથા સરપંચોનું સન્માન કરાયું હતું. જે અંતર્ગત લાભાર્થી પરિવારોને પ્રભાનમંત્રી ઉજ્જવલા યોજના-2 અંતર્ગત વિનામૂલ્યે LPG ગેસ કનેક્શન વિતરણ , સ્વચ્છ ભારત મિશન- ફેઝ૨, મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ લાભાર્થીઓને સહાય વિતરણ તથા 100 ટકા વેકસીનેશન પૂર્ણ કરાવનાર ગામોના સરપંચોનું સન્માન કરાયુ હતું.

જિલ્લામાં 5 હજાર કરતા વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કનેકશન વિતરણ કર્યા હતા. આ તકે મહાનુભાવોએ લાભાર્થીઓને સહાય વિતરણ તથા 100 ટકા વેક્સીનેશન થયેલ ગામોના સરપંચોનું સન્માન કરાયું હતું. આ તકે સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા કલેકટર અશોક શર્મા, ધારાસભ્ય બોખીરિયા સહિત મહાનુભાવો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...