સહાય:પોરબંદરમાં નિરાધાર પરિવારને એક લાખની સહાય અપાઈ

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવાભાવીઓ ભજન સત્સંગના કાર્યક્રમો યોજી દાતાઓના સહયોગથી ફંડ એકઠું કરે છે

પોરબંદર વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ ટીમ દ્વારા અવારનવાર ભજન કીર્તન સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવે છે, અને દાતાઓના સહયોગથી ફંડ એકઠું કરી સેવા કાર્યો યોજવામાં આવે છે. ત્યારે વધુ એક વખત વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા નિરાધાર બનેલ પરિવારને દાતાઓના સહયોગથી એક લાખ જેવી માતબર રકમ અર્પણ કરવાની સેવા પ્રવૃત્તિ યોજી છે.

પોરબંદરમાં શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા જોડિયા બાળકો વાળા નિરાધાર પરિવારને સહાય માટે અપીલ કરવામાં આવી હતી, જેના પ્રતિસાદ રૂપે દેશ વિદેશના દિલેરી દાતાઓના સહયોગથી 56350 રૂપિયા એકઠા થયા હતા. અને દસ જેટલા દિવ્ય સત્સંગમાં પાત્ર રાખવામાં આવ્યા હતા. જેમાં ઉપસ્થિત ભક્તજનો દ્વારા 43650 રૂપિયા એકઠા થયા હતા. આમ કુલ અંદાજે 1 લાખ જેવી માતબર રકમનું અનુદાન મળ્યું હતું. એ પરિવારના બેંકના ખાતામાં આ અનુદાન જમા કરાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...