કુતિયાણામાં ડામરનો ખાલી ટાંકો વેલ્ડિંગ કરતી વખતે ફાટ્યો હતો જેથી વેલ્ડિંગ કરનાર પ્રોઢનું મોત નિપજ્યું છે જ્યારે ડ્રાઈવરને ગંભીર ઈજા પહોચી છે.બનાવની વિગત મુજબ કુતિયાણામાં રહેતા ગુલમહોમદ અલી ઝાખરા નામના 46 વર્ષીય પ્રોઢ હાઇવે પાસે આવેલ લીરબાઈ હોટલ પાસે વેલ્ડિંગ ની દુકાન ધરાવે છે. બપોરે 1 થી 2 વાગ્યા દરમ્યાન દેવરાજ તેજાભાઇ ધોળકિયા નામનો ડ્રાઈવર ડામરનો ખાલી ટાંકો ચલાવી વેલ્ડિંગ કરાવવા માટે આવ્યો હતો.
જેથી વેલ્ડિંગ કરનાર ગુલ મહોમદ અને ડ્રાઈવર દેવરાજ બન્ને ટાંકા ઉપર બેઠા હતા અને ગુલ મહોમદ ભાઈ ખાલી ટાંકા પર ઉપરનું ઢાંકણું તૂટેલ હોવાથી તેઓ વેલ્ડિંગ કરતા હતા. ત્યારે ટાંકામાં અંદર ગેસ હોવાથી ટાંકો ધડાકા ભેર ફાટ્યો હતો. જેમાં ગુલમહોમદ ભાઈનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું જ્યારે ડ્રાઈવર દેવરાજ ને પણ આ ઘટનાથી ગંભીર ઈજા પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે કુતિયાણા પોલીસ મથકના પીએસઆઈ એ.એ. મકવાણાએ આ અકસ્માતના બનાવમાં જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.