સમારકામ:આખરે બોખીરા હાઇવે પરના મસમોટા ગાબડાનું ડામર પાથરી સમારકામ થયું

પોરબંદર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોખીરા હાઇવે પર મસમોટા ગાબડા અંગેનો અહેવાલ ભાસ્કરે પ્રસિદ્ધ કર્યો હતો

પોરબંદરનો મહત્વ એવો બોખીરા હાઇવે પર મસમોટા ગાબડા પડી ગયા હતા અને આ મસમોટા ગાબડાને કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઇ રહ્યો હતો. અનેક વાહનો ગાબડામા ખાબકી જતા હતા જેથી આ ગાબડામાં ભરતી નહિ પરંતુ યોગ્ય રીતે કાયમી નિરાકરણ થાય તે રીતે ગાબડાનું સમારકામ કરવામાં આવે તેવો અહેવાલ દિવ્યભાસ્કર પોરબંદરમાં તા. 3/5 ના રોજ પ્રસિદ્ધ થયો હતો. હાલ આ બોખીરા હાઇવે પરના મસમોટા ગાબડાનું સમારકામ કરવામાં આવ્યું છે અને ગાડબામાં ભરતી નહિ પણ ડામર પાથરી રોડનું સમારકામ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છેકે, તા. 9 ના રોજ પોરબંદરની કોસ્ટગાર્ડ જેટી ખાતે યોગ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાનું આગમન થવાનું હતું જેનેકારણે બોખીરા હાઇવે પરના ગાબડાઓનું સમારકામ કરવામાં આવ્યું હોવાનું યુથ કોંગ્રેસના આગેવાને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...