પોરબંદર કલેક્ટર થયા કોરોના સંક્રમિત:અશોક શર્માનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝીટીવ, ગઈકાલે સતત ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈંયા નાયડુના સાથે રહ્યાં હતા

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે 35 જેટલા એક્ટીવ કેસ નોંધાયા

પોરબંદર જિલ્લામાં કોરોના કેસો દિવસેને દિવસે વધી રહ્યાં છે. ત્યારે આજે પોરબંદર જિલ્લા કેલેક્ટર કોરોના પોઝીટીવ આવ્યા છે. જિલ્લા કલેક્ટર અશોક શર્માનો કોરોના રીપોર્ટ આજે પોઝીટીવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. ઉલ્લેખનીય છે કે, કલેક્ટર અશોક શર્મા બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. ગત રોજ ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈંયા નાયડુના પોરબંદરના કાર્યક્રમમાં કલેક્ટર અશોક શર્મા સતત તેમની સાથે રહ્યાં હતા. ત્યાર બાદ આજે તેમને કોરોનાના લક્ષ્ણો જણાતા તેમણે કોરોના રીપોર્ટ કરાવ્યા હતા, જે રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

એમ.વેકૈંયા નાયડુ સાથે અશોક શર્મા
એમ.વેકૈંયા નાયડુ સાથે અશોક શર્મા

પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે 35 જેટલા એક્ટીવ કેસ નોંધાયા
પોરબંદર જિલ્લામાં આજે કોરોનાના 586 ટેસ્ટ કરાયા હતા. જેમાથી કલેકટર સહિત 3 કેસો પોઝીટીવ આવ્યા હતા. હાલ પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે 35 જેટલા એક્ટીવ કેસ નોંધાયા છે. જેમાં 14 જેટલા દર્દિઓ ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં છે. જ્યારે કોવિડ કેર સેન્ટર ખાતે 11 જેટલા દર્દિઓ સારવાર લઈ રહ્યાં છે. તો હોમ આઈસોલેશન ખાતે દર્દિઓને રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...