તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજની ઉજવણી:અષાઢી બીજે રામદેવજીની શોભાયાત્રા નિકળી

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર શહેરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા અષાઢીબીજની ઉજવણી કરાઈ હતી જેમાં રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા નીકળી હતી. વાણોટ નું ઠેર ઠેર સ્વાગત થયું હતું. પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. મઢી ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ વિનોદભાઈ બાદરશાહી, રણછોડભાઈ શિયાળ, પંચપટેલ, ટ્રસ્ટીઓ સહિતનાઓની ઉપસ્થિતમા યોજાયેલ શોભાયાત્રામાં લોકો જોડાયા હતા અને શોભાયાત્રા વિશાળકદની ધ્વજા અને રામદેવજી પ્રભુની પાલખીયાત્રા નીકળી હતી.

શહેરના તમામ જ્ઞાતિના પ્રમુખ, સામાજિક સંસ્થાના આગેવાનો, ધાર્મિક વડાઓ, રાજકીય આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા રામદેવજી મહાપ્રભુનાં દર્શન કરી, વાણોટ પવનભાઈ, પંચ પટેલ, ટ્રસ્ટીઓનું ઠેરઠેર સ્વાગત કર્યું હતું. ગાઈડલાઈનના પાલન સાથે શોભાયાત્રા નીકળી હતી. આ તકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

પુષ્પહાર પાછળનો ખર્ચ શૈક્ષણિક વિકાસમાં વપરાશે
વાણોટ પવનભાઈ શિયાળે શોભાયાત્રા પૂર્વે જણાવ્યું હતું કે, શોભાયાત્રા દરમ્યાન વાણોટનું સન્માન પુષ્પહાર ને બદલે આ હારની રકમ બંધ કવર આપવામાં આવે તો જે કવરની રકમ આવશે તે શૈક્ષણિક ફંડમાં જમા કરાવી આ રકમ શિક્ષણ જેવા કાર્યમાં વપરાશે.

રાજપૂત સમાજ દ્વારા વાણોટને સાફો બાંધી તલવાર અર્પણ કરાઈ
મઢી ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન પહેલા રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા તેમજ રાજપૂત સમાજના આગેવાનોએ પરંપરાગત રીતે વાણોટને સાફો પહેરાવી તલવાર અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...